Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

અજબ તમારાં કામ, સાંઈ,
અજબ તમારાં કામ

સાધારણ માનવ શે સમજે, દિવ્ય તમારાં કામ;
સાધારણ માનવ શે સમજે,
અજબગજબ શા કામ ! ... સાંઈ, અજબ તમારાં કામ

અશક્યને પણ શક્ય કરી દો, આપો ધન ને ધામ;
રણમાં વન નભમાં ફૂલ કરો,
રચો શૂન્યમાં ઠામ. ... સાંઈ, અજબ તમારાં કામ

રોગ હરો ને ભોગ ધરો છો, પાવ પ્રેરણાજામ;
સિદ્ધિ દો દર્શન દો
લેતાં નેહ કરીને નામ. ... સાંઈ, અજબ તમારાં કામ

કલ્પવૃક્ષ છો, કામધેનુ છો, સૌના આતમરામ;
'પાગલ’ પ્રેમી શરણાગતની
લો સંભાળ તમામ ... સાંઈ, અજબ તમારાં કામ

 - શ્રી યોગેશ્વરજી

Comments

Search Reset
1
Arlene
17 years ago
sai sangeet can not play. Please, i wish to hear.
(There is no audio posted for this bhajan. - admin)
Like Like Quote

Add comment

Submit