Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
આ કપડું તને આપવામાં આવ્યું ત્યારે
કેટલું બધું તાજું તથા નિર્મળ હતું તે યાદ કર;
તેં એને કેટલું બધું મેલું, કદરૂપું કરી નાખ્યું છે તેનો વિચાર કરી તો જો;
વિચારશીલ હોઈશ તો તને એ વાતનો ખરેખર અફસોસ થશે.

મહેરબાની કરીને એ કપડાંને સાફ કરી દે,
જેથી જગતમાંથી જવાનું થાય ત્યારે
એને આપનારના હાથમાં એવું ને એવું જ ધરી દે,
અને એ પણ પાર વિનાની પ્રસન્નતા ને પરિતૃપ્તિ સાથે પાછું લે !

- શ્રી યોગેશ્વરજી