Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
બધાં મને કહે છે,
આપણું બધું મળતું આવે છે :
રૂપ, રંગ, મુખાકૃતિ, એના પરના હાવભાવ;
બધું મળતું આવે છે.

હું એમને શું કહું ?

માત્ર હસી દઉં છું.
અરે તારા સર્વસ્વમાંથી તો હું પ્રકટેલ છું,
તારી કમનીય કળીનું તો સુમધુર સુમન છું :
બોલ, હવે તને કેમ ના મળું ?

- શ્રી યોગેશ્વરજી