Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
આ જગતમાં જે અનાથ છે, દુઃખી છે, પીડિત છે,
તે પણ સર્વ તારાં જ પ્રતિનિધિ છે,
અને તેથી જ ધન્ય છે તેમને જે તેમની વ્યથાથી હીન ને સુખી કરવા મથે છે.

જે અપંગ છે તેને હાથ આપીને ઉઠાવે છે તેને ધન્ય છે,
ને નિરંતર આંસુ સારે છે, તેને માટે આંસુ સારી જે પ્રાર્થના કરે છે, મથે છે,
તે પણ ધન્ય છે.

જેની આંખ અંધ છે તેની જ્યોતિ બને છે,
ને મૂક છે તેને માટે અવાજ ઉઠાવે છે;
તેને માટે ઉપહાસ અને કષ્ટ પણ સહન કરે છે તેને ધન્ય છે,

કેમ કે તે તને જ પૂજે છે.
સૌથી ધન્ય તો તે છે જેમને તું પ્રથમ તારા કરે છે
ને પછી વિશ્વના વિધાતા થવાનું ભાગ્ય ધરે છે.

- શ્રી યોગેશ્વરજી