Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
મોહ અને મમતાની મજબૂત બેડીમાંથી મુક્ત થઈને
આઝાદીના સાચા અક્ષય આનંદને પ્રાપ્ત કર.
માનવ, સ્વરાજ્યના શાશ્વત રસને પ્રાપ્ત કર.

અહંકાર અને અજ્ઞાનના આવરણને દૂર કરીને
આઝાદીના સાચા અક્ષય આનંદને પ્રાપ્ત કર.
માનવ, સ્વરાજના શાશ્વત રસને પ્રાપ્ત કર.

કામ, ક્રોધ, કપટની કાલિમાને દૂર કરીને
આઝાદીના સાચા અક્ષય આનંદને પ્રાપ્ત કર.
માનવ, સ્વરાજના શાશ્વત રસને પ્રાપ્ત કર.

કેમ કે તારી પોતાની ગુલામીમાંથી છુટ્યા વિના,
તારું પોતાનું સાર્વભૌમત્વ મેળવ્યા વિના
ગમે તેવું સ્વરાજ પણ તારે માટે અધૂરું જ રહેશે.

- શ્રી યોગેશ્વરજી