Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
માતાના મધુમય મંદિરમાં દ્રવિત દર્શન કરતા પ્રેમીએ પ્રાર્થના કરતાં કહ્યું :
‘મા, મને દર્શન દો. મારા પર કૃપા કરો.
તમારું રસમય રઢિયાળું રૂપ જોવાની મારી કામના છે.’

માતા મૂક રહી.
પરંતુ સવારે સ્વપ્નમાં ભિખારણના રૂપમાં પ્રકટ થઈને કહેવા માંડી :
‘મંદિરના દરવાજાથી થોડેક દૂર ચીંથરેહાલ હાલતમાં હું જ બેઠી હતી.
મને જોઈને તેં મોં મચકોડ્યું.

તારી માતાના મંગલ રૂપમાં પણ હું જ પ્રકટ થઈ છું.
છતાં તું મારી અવારનવાર અવજ્ઞા કરે છે.
હું તો હાજર જ છું. પરંતુ તું મને ઓળખે છે ક્યાં ?’

પ્રેમીની આંખ ઊઘડી ગઈ.

- શ્રી યોગેશ્વરજી