Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
છેક શૈશવકાળથી જ મારી પૂજાની સામગ્રી
મેં તમારે ચરણે અર્પણ કરી છે, મારા પ્રભુ !

તમારે માટે મેં બનતી બધી જ કુરબાની કરી છે; ફકીરી ધરી છે.
છેક શૈશવકાળથી જ મારી સેવાની સામગ્રી મેં તમને અર્પણ કરી છે

તમારાં દર્શન માટે મારે દૂર જવું નથી પડ્યું.
એકાંત સરિતાતટ પર કે પ્રશાંત પર્વત પ્રદેશમાં પલાંઠી વાળીને
અંતર્મુખ થવા માટે સદાને સારું સાધન નથી કરવું પડ્યું.

તમારું દર્શન મારે માટે આ અવનીમાં આંખ ઊઘાડી ત્યારથી જ સહજ થયું છે.
સૃષ્ટિના સુંદર સ્વરૂપમાં તમારો સાક્ષાત્કાર કરીને હું કૃતકૃત્ય થયો છું.

છેક શૈશવકાળથી જ તમારી એવી રીતે ઝાંખી કરીને,
મારી આરાધનાનાં અનંત પુષ્પો તમારી પ્રસન્નતાને સારું સમર્પિત કરતો રહ્યો છું.

- શ્રી યોગેશ્વરજી